Vijay Shah

关于作者

વિજય શાહ- પરિચય ગુજરાતી સાહિત્યમાં લેખન ૧૯૬૪ થી પણ ખરી જાગરૂકતા ૧૯૭૭ પછી...જ્યારે પહેલો કાવ્ય સંગ્રહ “હું એટલે તમે“ મોટીબેન પ્રતિભાએ સરપ્રાઇઝ માં આપ્યો. તેજ સમયે કલકત્તાથી આવેલ મિત્ર શરદ શાહે ડાયરીની ભેટ આપી અને કહ્યું લખાણો અસ્ત વ્યસ્ત નહીં અમાં જ લખવાના , સુધારવાના કે મઠારવાના.. જે શોખ તરીકે વિકસ્યો. ટૂંકી વાર્તાઓ તે સમયે ચાંદની, સંદેશ અને આરામ, અખંડ આનંદ અને સમર્પણ જેવા મેગેઝીનોમાં આવતી અને શ્રી બી.જે ભણસાલી અને લલિત શાસ્ત્રીએ રેડીયો સ્ટેશન ના યુવા જગતનાં કાર્યક્રમો માં અને હસમુખ બારાડી એ ત્રિભેટે નામની નાટય શ્રેણીમાં વેરા આંતરા વિશેનું નાટક ભજવ્યું.૧૯૮૩માં પહેલો વાર્તા સંગ્રહ “અમે પથ્થરનાં મોર કેમ બોલીએ” પ્રસિધ્ધ થયો અને કલમે ગદ્ય અને પદ્યનાં બંને ક્ષેત્રે કવાયતો શરુ કરી. પ્રથમ નવલકથા “ આંસુડે ચિતર્યા ગગન” ૧૯૮૪માં લખી .પછી નવલકથા “પત્તાનો મહેલ” ૧૯૮૫માં લખાઇ.. અમેરિકા આવ્યા પછી “માતૃભાષાનું દેવુ” નિબંધ લખતા થયું કે માતૃભાષાનો મારા વિકાસ ઉપર અઢળક ઋણ છે તેથી તે ફેડવાનાં પ્રયત્નો શરુ કર્યા.. ૧૯૯૮માં “સાહિત્ય પરિચય” નામે ગુજરાતી સમાજ હ્યુસ્ટનનાં નેજા હેઠળ દર્પણ મુખપત્રમાં લખતા લેખકો સાથે મહિને એક્વાર મળવાનું શરું કર્યુ..૨૦૦૧માં તેને વીધીવત ગુજરાતી સમાજથી અલગ પણ કાયમી સ્વરૂપ “ ગુજરાતી સાહિત્ય સરિતા” તરીકે અપાયુ અને ત્યારથી માતૃભાષાનું ૠણ ફેડવાનું શરું કર્યુ. તકનીકી વિકાસ અને સભ્યોની ભાષાપ્રીતને કારણે બ્લોગ શહેર પુરતા મર્યાદીત ન રહેતા ગુજરાતી ભાષાનું ફલક વિસ્તર્યુ વિશાલ મોણપરાએ બ્લોગ ઉપરાંત પ્રમુખ ટાઇપ પેડની સુવિધાઓ આપી તેથી હ્યુસ્ટન ખાતે ૩૫ જેટલા સર્જકો પોત પોતાના બ્લોગ ઉપર કૃતિઓ મુકતા થયા. એમેઝોન ની ક્રીએટ સ્પેસ સુવિધાને લીધે સર્જકોનાં સર્જનો પુસ્તક દેહ, ઇ સ્વરૂપ અને ઑડીયો બુક સ્વરૂપે મુકાતા ગયા... ૨૦૧૪માં સહિયારા સર્જન વિસ્તર્યુ અને સમગ્ર વિશ્વનાં ૩૩ લેખકોની ૨૫ જેટલી સહિયારી નવલકથાઓને “ લીમ્કા બુક ઓફ રેકોર્ડ ઍવૉર્ડ” મળ્યો. પ્રજ્ઞાબહેને ૨૦૧૪માં નવો પ્રયોગ કર્યો અને ગદ્યનાં નવા સ્વરૂપો જેવા કે નિબંધ, આસ્વાદ, લઘુકથાઓમાં પુસ્તકો સર્જીને “બેઠક્ને” નવી ઓળખ આપી ૨૦૧૬માં ગીનીઝ વર્ડ રેકૉર્ડનાં બારણા ખખડાવ્યા. વિજયભાઇ શાહ માને છે તેઓ માતૃભાષાનાં અદનાં સેવક છે..માતૃભાષાને સાચવવા ઘણા પ્રયોગો કરી અગણીત લોકોને લખતા કર્યા છે. તેમના હેતૂલક્ષી પુસ્તકોની આગવી માંગણીઓ છે. ગદ્યનાં દરેક ક્ષેત્રે તેમનું પ્રદાન છે

阅读完整简历

书籍

我们找不到与这些筛选器相匹配的内容

买家还购买了以下作者的作品